42: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૪૨ - સપ્તાહનો શ્રેષ્ઠ દિવસ== {| |+૪૨ - સપ્તાહનો શ્રેષ્ઠ દિવસ |- | |માદરી |- | |...")
(No difference)

Revision as of 22:07, 26 July 2013

૪૨ - સપ્તાહનો શ્રેષ્ઠ દિવસ

૪૨ - સપ્તાહનો શ્રેષ્ઠ દિવસ
માદરી
“This is the day of light”
R.C.H.267
કર્તા : જે. એલર્ટન,
૧૮૨૬-૮૩
અનુ. : એમ. વી. મેકવાન
દિન આ પ્રકશનો
દે, પ્રભુ, પ્રકશ્ ઉર આજ આ રવિતણો;
અંધકાર પાપનો કાપ, સર્વ શાપનો;
રાત શોકની વીતે, સુહર્ષ દે પ્રભાતનો.
વાર આ વિશ્રામનો,
બક્ષનાર જીવ તાજગી, નિરંતનો;
છે શ્રમિત જે જેનો, ને પીડિત જે મનો,
આપ તાજગી ભરેલ, દિવ્ય ઓસ તું તણો.
દિન આજ શાંતિનો,
શાંતિ દે અમો મહીં, વિનાશ થાય ભ્રાંતિનો;
કલેશ ને કુસંપનો, વેર ને વિરોધનો,
બંધ પાડ, હે કૃપાળ, ઉગ્ર નાદ યુદ્ધનો.
દિન આજ પ્રાર્થનો,
દે થવા મિલાપ આજ દિવ્ય વ્યોમ વિક્ષ્વનો;
આપ, દેવ, દર્શનો, સ્વાદ સ્વર્ગી સ્પર્શનો,
સ્વર્ગથી અહીં પધાર, હસ્ત દે મિલાપનો.
શ્રેષઠ દિન આજનો,
દે જીવંત ક્ષ્વાસ, મત્ર્ય જીવતાં બને જનો;
દે પ્રબોધ પ્રેમનો, ગાય ગુણ દેવનો,
શ્રેષ્ઠ દિન ! ધન્ય; આજ મૃત્યુ જીતનારનો !