36: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૩૬ - રાતની પ્રાર્થના== {| |+૩૬ - રાતની પ્રાર્થના |- |વિક્રાંત |- |કર્તા : |એમ...")
(No difference)

Revision as of 20:48, 26 July 2013

૩૬ - રાતની પ્રાર્થના

૩૬ - રાતની પ્રાર્થના
વિક્રાંત
કર્તા : એમ. ઝેડ. ઠાકોર.
હે પ્રભુજી, મુજ પ્રાર્થ સુણો, 'મુજને તમ દોરો.'
માર્ગ ઘણો ભયકારક છે 'મુજને તમ દોરો.'
આવે છે રજની ઘસની ધસતી, મુજ છે ઘર આઘે,
દિવ્ય મશાલ દયા જ થકી, ધરજો મુજ માર્ગે.

ચોગમ નીરકતાં વન તો બહુ વિકટ ભાસો,
ઓથ નથી, સહવાસ નથી, પ્રભુ, રહો મુજ પાસે;
છે મુજ પાય શ્રમિત ઘણા બળહીન જણાએ,
વાદળ ઘોર છવાય નભે અકળામણ થાએ.

૩ માટે, પ્રેમળ પાંખ તળે મુજને તમ ઢાંકો,

જોખમ જીવતણાં સઘળાં મુજથી દૂર રાકો;
મોહ અને ગર્વથી મનડું હરખ્યું સહુ વાતે,
તોપણ એ સર્વ માફ કરી, પ્રભુ, રહો મુજ સાથે.

૪ નિશા અંધારી, પણ તે તમને નવ ઢાંકે,

ભોર થતાં લગ નીરખજો કરુણામય આંખે;
ત્યારે, હું કરમાં પ્રભુના ઊંઘીશ નિરાંતે,
ને સ્તવનો ગાતાં હર્ષથી જાગીશ પ્રભાતે.