32: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૩૨ - પરોટ સ્તુતિ== {| |+૩૨ - પરોટ સ્તુતિ |- | |ઝૂલણા વૃત્ત |- |કર્તા : |એ.જે. જ' |- |...") |
(No difference)
|
Revision as of 20:20, 26 July 2013
૩૨ - પરોટ સ્તુતિ
ઝૂલણા વૃત્ત | |
કર્તા : | એ.જે. જ' |
ટેક : | હે પ્રભુ, પ્રાણના નાથ. તમને નમુ, આપ ચરણે પડી આ પ્રભાતે |
૧ | પ્રાણની આ બત્તી, સળગતી રહી પતિ, આપ મરજી વતી ક્ષેમ જાતે; |
જિંદગીના નભે, એક આ તારલી તે ચગો આપ મહિમા જ માટે; હે. | |
૨ | અધિક વરસ્યા કરે ઉપકાર તો, અધમ, ઉડાઉ હું રંક માથે; |
કદર તેની કરી નજર બદ પરહરી, હું જઉં સાંકડી સ્વર્ગ વાટે.હે. | |
૩ | મુજ મતિ, સમજ ને જ્ઞાનના આગિયા કેમ કરી ટાળશે તિમિર જાતે; |
આપ રવિજ્યોત થઈ દોરજો દાસને, આપજો સદમતિ સર્વ વાતે.હે. | |
૪ | આયુ અડધું ગયું, નિંદમાં તો નર્યું, અદધ ગયું જગત જંજાળ માટે; |
આયુ આ ડગમગું, મરણ આ લગભગુ, ભાન દો કે ભજું વિશ્વનાથેહે. | |
૫ | ભવિષ્ય અંધારિયું, મુજ આગળ પડયું, ભોમિયા ભવિષના થાવ વાટે |
સ્વાર્થ, મદ, મોહને લોકના ખાડથી, અંધને દોરજો દેવ જાતે.હે. | |
૬ | અબળનું બળ તમે, નાથ દીનના તમે, આમ માલિક છો મુજ માથે; |
આપ આધાર છો, દુ:ખમાં વ્હાર છો, દોરજો રંકને આપ હાથે.હે. |