31: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૩૧ - જીવને બોધ== {| |+૩૧ - જીવને બોધ |- | |ઝૂલણા વૃત્ત |- |કર્તા : |વહાલજી બેચરભ...") |
(No difference)
|
Revision as of 20:18, 26 July 2013
૩૧ - જીવને બોધ
ઝૂલણા વૃત્ત | |
કર્તા : | વહાલજી બેચરભાઈ |
૧ | ઊઠને, ઊઠને, જાગને, જીવ તું થાય છે પ્રૌઢ જો આજ સારો; |
રાતના પો'રમાં, ઘોર અંધારમાં, કેમ તો જીવિયો જીવ તારો?ઉઠને. | |
૨ | જ્યારથી તું તણી આંખ તો નિંદામાં મીચતાં ઊંઘતો સોડ તાણી; |
તે સમે કોણ સંભાળતો'તો તને, એ જ તું ધારને દ્યાન આણી.ઊઠને. | |
૩ | કૈંક તો આજથી રાતમાં મોતના ખાટમાં દુ:ખના માર ખાતો; |
"રે, મારું છું," કહી શ્વાસ કાઢે ઘણો, ભોગવે વેદનાપ્રણ જાતાં.ઊઠને. | |
૪ | એમ તો કૈંકના જીવ જાતા ઘાણા, તોય તું જીવતો આજ તોજ; |
એમ તું ધાર તો દેવને માનજે, તે જ રાખશે જીવ સાજો.ઊઠને. | |
૫ | |
પાપથી ઊંઘથી, દુ:ખથી મારથી દેવ સંભાળશે ભાવ આણી; | |
દેવ તો તારશે પ્રેમના ભાવથી, જો તમો માનશો દેવવાણી.ઊઠને. |