26: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૨૬ – રાજાને ભજો== {| |+૨૬ – રાજાને ભજો |- |૧ |રે ! ભજો રાજન મહાન મહિમાવાન, |- | ...") |
(No difference)
|
Revision as of 19:41, 26 July 2013
૨૬ – રાજાને ભજો
૧ | રે ! ભજો રાજન મહાન મહિમાવાન, |
પાડ માની સહુ જન, ગાવ પ્રીતિ બળવાન; | |
તે છે, આપણી ઢાલ ખાસ, રક્ષક સનાતન, | |
તેનો તેજસ્વી વાસ, ગવાય નિત કીર્તન. | |
૨ | રે ! કહો તેની શક્તિ, ગાવ કૃપાનાં ગીત, |
તે છત્રપતિ, ઘરે પ્રકાશ નિત; | |
ક્રોધરૂપ તેના રથ ને ગર્જના વાદળમાંય, | |
પાધરો તેનો પથ આંધીના અંધારમાંય. | |
૩ | ખૂબી છે અકળ અવનિ પર અપાર, |
દર્શાવે તુજ બળ સર્જેલ આ સંસાર; | |
છે તુજ ફરમાન જેમ છે દઢ તે સ્થપાયેલ, | |
પરિવેષ્ટિત તેમ છે સાગર વીંટળાયેલ. | |
૪ | તુજ સંભાળ ઉદાર કો'થી ન થાય બ્યાન, |
દે છે, મઝેદાર હવા, ઉજાસ, દાન; | |
પર્વતનાં ઝરણ કરે સપાટ, રસાળ, | |
ભરે તે ભરણ દઈ ઓસ ને મેહ નિર્મળ. | |
૫ | ભૌતિક જાણે ભાસ પામર પાપી જાત, |
તુજ પર છે વિશ્વાસ, નિભાવ આપી હાથ | |
કોમળ દયા મોત લગ ટકે તુજ દ્વારા, | |
સર્જક, રક્ષક, તારક, ને દોસ્ત અમારા. |