24: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૨૪ – આવો આપણે યહોવાની આગળ ગાઈએ== {| |+૨૪ – આવો આપણે યહોવાની આગળ ગાઈએ |- |૧ ...")
(No difference)

Revision as of 18:07, 25 July 2013

૨૪ – આવો આપણે યહોવાની આગળ ગાઈએ

૨૪ – આવો આપણે યહોવાની આગળ ગાઈએ
૧ આવો, આપણે સહુ ગાઈએ, ઈશ્વર સ્તુતિનાં ગાન,
રે, ભાવે ભેળાં થાઈએ, ને તેને દઈએ માન.
૨ તેની સમીપ સહુ નમીએ, આભાર ને સ્તુતિ સાથ,
બહુ માનથી તેને ભજીએ, તે છે પવિત્ર નાથ.
૩ ઈશ્વર છે મહા ગૌરવવાન, સહુ ભૂપ તણો તે ભૂપ,
સહુ દેવોથી તે શક્તિમાન, તેના ગુણ છે અનુપ.
૪ તેના હાથમાં જગનાં ઊંડાણ, તેનો તે છે સૃજનાર,
ગિરિ-શિખરો તેનાં જાણ, જગનો તે પાલનહાર.
૫ મા'સાગર તેણે બનાવ્યા, ને તેમને આપી હદ,
કોરી ભોંય પર જન વસાવ્યાં, તેનો પ્રેમ છે બેહદ.
૬ આવો, શીશ નામી ભજીએ, ઈશ્વરકર્તાની પાસ,
તેના ચારાના લોક છીએ, ને તેનાં ઘેટાં ખાસ.