22: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૨૨ – પ્રૈક ઈશ્વરની ભક્તિ== {| |+૨૨ – પ્રૈક ઈશ્વરની ભક્તિ |- |૧ |આવ, સર્વસ...")
(No difference)

Revision as of 17:41, 25 July 2013

૨૨ – પ્રૈક ઈશ્વરની ભક્તિ

૨૨ – પ્રૈક ઈશ્વરની ભક્તિ
આવ, સર્વસમર્થ ભૂપ, ગાવા તુજ નામ અનુપ;
સા'ય અમને આપ.
પિતા, તું મહિમાવાન, સર્વ ઉપર જયવાન,
આવ, રાજા સ્તુતિમાન, રાજ કર અમ પર !
શબ્દ-સદેહ, તું આવ, તુજ સામર્થ્ય જણાવ;
સાંભળ અમ પ્રાર્થ.
આવ, અમને આશિષ આપ, તારી વાત દિલમાં સ્થાપ,
હે ત્રાતા, તુજ પ્રેમ્ અમાપ, રહે અમો સાથ.
હે વિમળ સંબોધક, કર વાસ દિલમાં આ તક,
તું ઊતરી આવ.
તું શક્તિમાન અપાર, રાજ કર સૌ દિસ મોઝાર,
હે આત્મા, બળ દેનાર, તુજ બળ પ્રગટાવ.
હે ત્રૈક ઈશ્વર મહાન, કરીને તારાં વખાણ;
હર્ષે બધાં.
તુજ બાદશાહી દમામ, ને તુજ મહિમાવાન નામ;
ગાઈશું પ્રેમથી તમામ, સ્વર્ગે સદા.