SA489: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(SA489)
 
(No difference)

Latest revision as of 11:17, 11 May 2024

રચો દેવ તે દુનિયા ખૂબ સારી,

નિહાળી વખાંણું તને વારવારી;
કર્યુ માનવી દેવ તે ધૂળમાથી,
ઘાર્યો શ્વાસ પોતા તણા મુખમાંથી.

બધી ચીજથી માનવી શ્રેષ્ઠ કીધુ,

અને આતમા જ્ઞાન વિવેક દીઠું;
ન'તું પાસ બેલું લીધું માંસ તેનું,
કરી નાર આપી “હવા” નામ તેનું.

નિહાળી પછી આદમે આંખ ધારી,

ભલા માંસ મારું થઇ મુજ નારી;
થાઇ તે બંન્નેના વિવા' દેવ હાથે,
સુખી બહુ થયાં દેવથી સર્વ વાતે.

લગ્ન જે કરે શાસ્ત્રની રીત જાણી,

રહે દેવની તે ઘરે મે'રબાની;
સુખી જો થવા ધારશો લગ્નવાદી,
રહો પ્રેમમાં તો થશે દૂર દુઃખો.