SA424: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(SA424)
 
(No difference)

Latest revision as of 11:17, 11 May 2024

જયકારી આનંદકારી નાતાલ, અખિલ વિશ્વમાં;

પ્રતાપી નરેશ બાળ ઇસુ, આવ્યો ભુલોકમાં.

ગાજી નોબત, ગાજ્યું મંડળ, દિવ્ય પ્રભાતમાં;

વાંજિત્ર વાગે આનંદ વ્યાપે, સકળ સૃષ્ટિમાં.

ધન્ય દેશ ધન્ય બેથલેહેમ, ધન્ય દિન મંગળ;

ધન્ય ઇસુ બાળ તુજને, ભજે સૌ મંડળ.

પવિત્ર બાળ રાયને, પહેરાવીએ સુંદર તાજ;

સ્તુત્યાર્પણ હૃદય સમ, અર્પીએ જઇને આજ.