SA206: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(SA206)
(No difference)

Revision as of 11:16, 11 May 2024

ઇસુ, હું તો સઘળું મૂકી, વધસ્તંભ ઉઠાવું છું;

ઠઠ્ઠા દુઃખ ને સંકટ વેઠી, તારી પાછળ ચાલીશ હું.
ટેક : તારા પગલામાં હું ચાલીસ; મારે બદલે મૂઓ તું;
ને જો સઘળાં તને છોડે, હું તો રહીશ વિશ્ચાસુ.

ને જો જગત ઠઠ્ઠા કરશે, એમજ તને પણ થયું;

જગના લોકો જૂઠ્ઠા નીકળે, સદા સાચો રહે છે તું.

જ્યાં સુધી તું પ્રસન્ન રહે છે, બુદ્ધિ બળ ને પ્રેમના નાથ,

શત્રુ છો મને ધિકકારે, ફિકર નહિ,તું છે મજ સાથ.

માટે જ્યારે સંકટ આવે, તારાથી પામીશ આરામ;

જ્યારે શેતાન મને પારખે, વિશ્ચાસે હું ધરીશ હામ.