292: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Created page with "== ૨૯૨ - મુજ પર દર્શાવ્યો પ્રેમ == {| |+૨૯૨ - મુજ પર દર્શાવ્યો પ્રેમ |- | |૮, ૬ ..."
(No difference)

Revision as of 13:19, 8 August 2013

૨૯૨ - મુજ પર દર્શાવ્યો પ્રેમ

૨૯૨ - મુજ પર દર્શાવ્યો પ્રેમ
૮, ૬ સ્વરો ને ટેક
"I know not why God’s wondrous grace"
Tune: S. S. 452
કર્તા: એલ નાથાન
અનુ. : રાઁબર્ટ વાઁર્ડ
દર્શાવ્યો ઉજ અયોગ્ય પર પ્રેમ અજબ ઈશ્વરે,
અને સ્વીકાર્યો છે મને હું ન કંઈ જાણું તે.
ટેક: પણ જાણું છું ઈસુ છે મારો એક મિત્ર સારો, જે ઘણો પ્યારો,
ને મેં જે સોંપ્યું છે તેને સંત સુઘી સંભાળશે.
હું નહિ જાણું કેમ તારણ કાજ મળ્યું આ વિશ્વાસ દાન,
કે સત વચનો માનવાથી થયું છે દિલ શાંતવાન.
હું જાણું નહિ આત્મા શી પેર દોષ સાબિત કરે છે,
ને શાસ્ત્રથી ખ્રિસ્ત ઓળખાવી વિશ્વાસ ઉપજાવે છે.
હું જાણું નહિ ભવિષ્યમાં આનંદ કે દુ:ખ થનાર,
પ્રભુનું મોં જોયા પહેલાં હું રડું કેટલી વાર.
હું જાણું નહિ પ્રભુ આવે કયારે અથવા તે ક્યાં,
કે મારા મરણ બાદ મળું કે મળું ગગનમાં.