509: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Created page with "== ૫૦૯ - જગને જીવન દેવા કાજ == {| |+૫૦૯ - જગને જીવન દેવા કાજ |- |૧ |ઈસુ આવ્યા જ..."
(No difference)

Revision as of 15:03, 5 August 2013

૫૦૯ - જગને જીવન દેવા કાજ

૫૦૯ - જગને જીવન દેવા કાજ
ઈસુ આવ્યા જગમાં ખાસ, જગને જીવન દેવા કાજ;
દુ:ખો, પાપો ટાળ્યાં ખાસ, જગને જીવન દેવા કાજ.
જગની સેવા કીધી ખાસ, જગને જીવન દેવા કાજ;
નિંદા, ઠઠ્ઠા સહ્યાં ખાસ, જગને જીવન દેવા કાજ.
થંભે તે જડાયા ખાસ, જગને જીવન દેવા કાજ;
કબરમાંથી ઊઠયા ખાસ, સ્વર્ગે ગયા જીવન કાજ.