201: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) Created page with "==૨૦૧ - પ્રભુની અનુપમ પ્રીત== {| |+૨૦૧ - પ્રભુની અનુપમ પ્રીત |- | |૮, ૭ સ્વરો |- ..." |
(No difference)
|
Revision as of 10:39, 3 August 2013
૨૦૧ - પ્રભુની અનુપમ પ્રીત
| ૮, ૭ સ્વરો | |
| “Love Divine, all loves excelling” | |
| Tune: | Beecher, or Love Divine or Hyfrydol, or Blaenhafren. |
| કર્તા: | ચાલ્ર્સ વેસ્લી |
| ૧૭૦૭-૮૮ | |
| અનુ. : | વી. કે. માસ્ટર |
| ૧ | દિવ્ય પ્રીત, અનુપમ પ્રીતિ, સ્વર્ગી આનંદ, આવ ભૂમાંય; |
| તું અમારામાં કર વસ્તી, વિરાજિત તું થા અમ માંય; | |
| ઈસુ, તું છે અતિ દયાળ, શુદ્ધ ને બેહદ છે તુજ પ્યાર, | |
| તુજ તારણ લઈ આવ આ કાળ, અમ છીએ બહુ ઈન્તેજાર. | |
| ૨ | શ્વાસ તુજ પ્રેમમય આત્મા કેરો, દરેક દુ:ખિત દિલમાં ભર, |
| દે વચનનો વિરામ તારો, અમને તારા વારસ કર; | |
| દૂર કર પાપી ભાવ અમારો, પાપથી આત્મા કર છૂટા, | |
| વિશ્વાસમાં તું કર વધારો, પ્રથમ ને છેલ્લો તું થા. | |
| ૩ | આવ, હે શક્તિમાન ઉદ્ધારનાર, થવા દે તુજ રે'મ અમ પર, |
| સત્વર પાછો આવ, ઓ તારનાર, દિલમાં કાયમ વાસો તું કર; | |
| સ્વર્ગી સેન સમ સેવા કરશું, તને માનતાં ધન્ય નિત, | |
| તારા પ્રેમમાં ગૌરવ માનશું, ગાઈશું સ્તવન અખંડિત. | |
| ૪ | પૂર્ણ કર તુજ નવ સર્જનને, શુદ્ધ નિષ્કલંક સૌ થઈએ, |
| અમાધાન તુજમાં મેળવીને, પૂરી મુક્તિ પામીએ; | |
| મહિમામાં નિત વધતાં જઈને સ્વર્ગે પામીએ અનંત વાસ, | |
| પ્રેમ ને સ્તુતમાં ગરકાવ થઈને ઉતારીએ તાજ ચરણ પાસ. |