325: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૩૨૫ - અનાતન ખડક == {| |+૩૨૫ - અનાતન ખડક |- |૧ |હે ખડક અનાતન ! મુજ માટે તું ચિ..." |
(No difference)
|
Revision as of 13:15, 2 August 2013
૩૨૫ - અનાતન ખડક
૧ | હે ખડક અનાતન ! મુજ માટે તું ચિરાયો છે ખરે ! |
એ ફાટની આંતરગુહામાં આડ ને આશ્રો જ દે; | |
વહ્યાં કૂખથી જે રક્ત-જળ ઔષધ બેવડું બને, | |
માફી મળે મુજ પાપની, ને પાપ શાસન તે ટલે. | |
૨ | મુજ હાથના પરિશ્રમ સૌથી ધર્મપાલન નહિ થશે, |
અવિરામ વહે આંસુ અને આતુર આસ્થા ઘણી હશે; | |
તોપણ બધાંથી પાપનું ના પ્રાયશ્વિત્ત કદી થશે, | |
બચાવ માત્ર હાથ તારે તું એકલો જ બચાવશે. | |
૩ | ખાલે છું, નિરાધાર છું, વળગું હવે તુજ થંભને, |
નગ્ન છું પોશાક માગું, કૃપા ચાહું છું આ સમે; | |
તુચ્છ છું ને ઝરણ પાસે આવું છું હું દોડીને, | |
તો ધો મને, તારક ! હવે, નહિ તો મરું છું આ સમે. | |
૪ | શ્વાસ છેલ્લો હોય જ્યારે, કે મૃત્યુમાં આંખો ઢળે, |
ઊડું અજાણી વાટમાં જોઉં તને ન્યાયાસને; | |
હે ખડક સનાતન ! મુજ માટે તું ચિરાયો છે ખરે ! | |
તુજ આંતરગુહામાં એ સમે આશ્રિત થવા દે મને. |