312: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૩૧૨ - જયવાન જિંદગી == {| |+૩૧૨ - જયવાન જિંદગી |- |ટેક: |વહેલા, વહેલા, વહેલા, ..." |
(No difference)
|
Revision as of 12:50, 2 August 2013
૩૧૨ - જયવાન જિંદગી
ટેક: | વહેલા, વહેલા, વહેલા, પ્રભુજી, મારે મંદિરે આવજો રે. |
૧ | મનડા કેરું મંદિર બનાવું, રુદિયામાં રહેજો રે. |
૨ | તન, મન, ધન, પ્રભુજી, સૌ સોંપું છું તમને રે. |
૩ | પવિત્ર આત્માથી ભરપૂર કરો, આશીર્વાદ આપો રે. |
૪ | શેતાન શત્રુ જોર કરે છે, નરકમાં લઈ જવા રે. |
૫ | સતની તરવાર મને આપો, શેતાન સાથે લડવા રે. |
૬ | લડતાં લડતાં મરણ પામીને સ્વર્ગી મુગટ લઈશું રે. |