301: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Created page with "== ૩૦૧ - માર્ગ તથી સત્ય તથા જીવન == {| |+૩૦૧ - માર્ગ તથી સત્ય તથા જીવન |- |૧ |મ..."
(No difference)

Revision as of 10:21, 2 August 2013

૩૦૧ - માર્ગ તથી સત્ય તથા જીવન

૩૦૧ - માર્ગ તથી સત્ય તથા જીવન
મારગમાં પ્રભુ સાથ રહી નિત દોર મને,
ફેરવતો જ્યમ ગાલીલમાં બહુ શિષ્ય કને;
અંત પછી મુજ યુદ્ધ તણો જયવંત થશે,
ને મનવાંછિત સુખ સદા તુજમાં મળશે.
સત્ય તણું, પ્રભુ, જ્ઞાન ખરું નિત આપ મને,
શીખવતો જ્યમ ગાલીલમાં મધુરાં વચને;
તો મુજ દાસપણું ટળશે, સહુ બેડી જશે,
ને બહુ શાંતિ થતાં મનમાં મન મગ્ન થશે.
જીવનની, પ્રભુ, રોટલી તું નિત આપ મને,
પીરસતો જ્યમ ગાલીલમાં બહુ માનવને.
હાલ મને ભૂખ તુજ તણી તું વિના ન નભું,
જીવ ઘણો તલપે મળવા, ઝટ આવ, પ્રભુ.