131: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) Created page with "==૧૩૧ - જોરથી પોકારો== {| |- |કર્તા : |જયવંતીબહેન જે. ચૌહાન |- |ટેક: |જોરેથી પ..." |
(No difference)
|
Revision as of 06:48, 29 July 2013
૧૩૧ - જોરથી પોકારો
| કર્તા : | જયવંતીબહેન જે. ચૌહાન |
| ટેક: | જોરેથી પોકારો સહુ, જોરથી પોકારો, ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, જોરથી પોકારો, |
| શોરથી ગજાવો જગ, શોરથી ગજાવો, ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, શોરથી ગજાવો. | |
| ૧ | ઊતર્યો દૂત આકાશથી, ચોકીદાર ધ્રુજે ધાકથી, |
| ધરણી સાથે ધ્રુજતી. જોરથી..... | |
| ૨ | શિલા ખસી ગઈ કબ્રથી, ઊઠયો જીવનનાથ ઘોરથી, |
| દર્શન દીધાં ભોરથી. જોરથી..... | |
| ૩ | મરિયમ આંસુ સારતી, હિંમત હ્રદયે હારતી, |
| માળી ઊભો ધારતી. જોરથી..... | |
| ૪ | ઈસુ બોલ્યો પ્રેમથી, નિહાળી મરિયમ રહેમથી, |
| 'રાબ્બોની' ઉચ્ચારતી. જોરથી..... | |
| ૫ | શિષ્યોને દરશન આપિયાં, વહેમનાં બંધન કાપિયાં, |
| શયતાની દળ હારિયાં. જોરથી..... |