129: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Rrishujain (talk | contribs)
Created page with "==૧૨૯ - બોલો જય== {| |+૧૨૯ - બોલો જય |- |કર્તા: |જયવંતીબહેન જે ચૌહાન |- |ટેક : |બો..."
(No difference)

Revision as of 07:44, 29 July 2013

૧૨૯ - બોલો જય

૧૨૯ - બોલો જય
કર્તા: જયવંતીબહેન જે ચૌહાન
ટેક : બોલો જય ઈસુની, બોલો જય મસીહાની,
જય જય નાદ ઉચ્ચારી, જયના નાદ પોકારી.... બોલો.
પ્રગટી આજ ઉત્થાનની નભે સુનેરી,
વિજયી વધાઈની, સુવાર્તા આ અનેરી... બોલો.
ધરણી ધણણણ ધ્રુજી, ચોકી વ્યર્થ થઈ ગઈ,
કબર ખૂલી થઈ ગઈ, શિલા પણ ખસી ગઈ.... બોલો.
મૃત્યુ, ડંખ ક્યાં તારો? મૃત્યુ, ક્યાં વિજય તારો?
મૃત્યુ પર વિજય કેરો, સંદેશો, મસીહ મારો.... બોલો.
તિમિર ટાળી પાપોનાં, અજવાળાં રેલાયાં,
બંધન સહુ પાપોનાં, ઉત્થાન માંહે કપાયં.... બોલો.