103: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Rrishujain (talk | contribs)
Created page with "==૧૦૩ - તજાયેલ રાજાધિરાજ== {| |+૧૦૩ - તજાયેલ રાજાધિરાજ |- |ટેક : |આવો, આવો, પ્..."
(No difference)

Revision as of 09:18, 28 July 2013

૧૦૩ - તજાયેલ રાજાધિરાજ

૧૦૩ - તજાયેલ રાજાધિરાજ
ટેક : આવો, આવો, પ્રભુ, મુજ મનમાં, માર ભાવભીના ઉર ધરમાં.
મમ વાત્સલ્ય કાજે દ્રવેલા, ગેથસેમાનેના બાગે રુદનમાં;
સ્વેદ-ભીના રુધિરના વહનમાં.......
વિશ્વાત્મા, ટપકે તમ શિરે, તાજ કાંટાળો, શોણિત ઝરે;
દયા વરસે છતાંયે વદનમાં.....
વીંઝી કોરડા ઝેર ઝમેલા, દુષ્ટો થૂંકતા ના અચકેલા;
ઊભ સ્વસ્થ છતાં મૌન મનમાં....
"પિતા ! ક્ષમા, ક્ષમા કો આને, આ તો પરવશ પડિયા અજ્ઞાને;
'ખીલા ઠોકતા જે પદ કરમાં"........
ખાલી છેક કર્યા ગુરુ આંહી, ગાત્રો શિથિલ છતાં હિમ માંહી
ખેંચી લીધાં વસ્ત્રો સૌ બદનનાં.....
ખાલી છેક કર્યા ગુરુ આંહી, ગાત્રો શિથિલ છતાં માંહી
ખેંચી લીધાં વસ્ત્રો સૌ બદનનાં....
વિશ્વાધાર પિતાયે આ કાળે, થયા દૂર, તજી અંતરાળે;
નવ સાથ; સાથી જગ ભરમાં...
જીવ દૈવી પરિપૂર્ણ દીધો, સર્વાગે એ ન્યોછાવર કીધો;
શાંતિ, શાંતિ થવા જગ જનમાં.....
ઉર ભેદાય કેણ ન એવો, આત્મા ચરણ ઢળૅ નહિ કેનો?
નયને નીર ન વહે કોણ જનમાં?.......
કરે ત્રાણ જે પીડિત-પતિમાં, દઈ તન, મન, આત્મા, જીવિતનાં;
થંભે ક્રૂર દમનના મરણમાં.