34: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Created page with "==૩૪ - સાથે, પ્રભો ! તું રહે== {| |+૩૪ - સાથે, પ્રભો ! તું રહે શાર્દૂલવિક્રીડ..."
(No difference)

Revision as of 06:24, 26 July 2013

૩૪ - સાથે, પ્રભો ! તું રહે

૩૪ - સાથે, પ્રભો ! તું રહે શાર્દૂલવિક્રીડિત કર્તા : |હેન્રી. એફ. લાઇટ ૧૭૯૩-૧૮૪૭ અનુ. :
સિમોન ગણેશભાઈ

સંદ્યાકાળ સમે તને જ વીનવું સાથે પ્રભો ! તું રહે, અંધારું જલદી જાય સૌ મદદ ને આક્ષ્વાસનો ના મળે, જ્યારે નિષ્ફળ જાય સૌ મદદ ને આકક્ષ્વાસનો ના મળે, ત્યારે નાથ! અનાથના મુજ ધણી! સાાથે, પ્રભો! તું રહે.

ટૂંકી છે મુજ જિંદદી ઝડપથી વેગે જાય છે, ઝાંખાં થાય ઉમંગ, માન, મહિમા વીતી બધું જાય છે ચોપાસે વસમા વિકાર સઘળે ને નાશ તો થાય છે, ત્યારે હે અવિનાશ ને અવિચળા! સાથે, પ્રભો! તું રહે.

છેલ્લી આ પળ એક એક કપરી તારા વિના જાય ના, તોડી કોણ શકે? તમામ બળને માયા અને મોહનાં; બીજું કોણ બતાવશે પથ મને આશ્રો બીજું કોણ દે? છાયામાં અથવા પ્રકાશ-તડકે સાથે, પ્રભો ! તું રહે,

ના લાગે રિપુ બીક, આશિષ મને આપી લઈ ઓથમાં, લાગે આપદમાં ન ભાર, કટુતા ના હોય કો આંસુમાં ક્યાં છે ડંખ હવે જરા મરણનો? ક્યાં કબીક કબ્રે રહે? ખાત્રીદાયક વાત છે વિજયની જો મુજ સાથે રહે.

મારું મોત ખચીત છે નિકટ જો આંખો ઢળી જાય છે, તારી થંભ ધરી સમીપ નયને મોતની યાદ દે; રાત્રી જાય, સ્વરે પ્રભાત પ્રગટે એ રાહ દેખાડજે, મારા જીવનમાં અને મરણમાં સાથે, પ્રભો ! તું રહે.