12: Difference between revisions
Jump to navigation
Jump to search
→૧૨ – ઈશ્વરની સ્તુતિ
Line 1: | Line 1: | ||
Bhajan Sangrah | |||
Email webmaster@gcfponline.org | |||
if you have any questions. | |||
૧ – પ્રભુનું સ્તોત્ર | |||
ટેક : જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે. | |||
૧ જીવ, જનાવર, અંડજ પક્ષી, રાય, પ્રજાજન જોતા, | |||
ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો, કારક, ભાષક, શ્રોતા | |||
૨ ભક્તસમાજ નિરંતર તેને, સાથ ભજો અનુરાગે; | |||
નિશદિન ઈશ્ર્વરના ગુણ ગાઓ, પ્રેમસુ ગાયક જાગે. | |||
૩ ઈશ્ર્વરકૃત તન, જીવ અમારાં, અદ્ભુત કાર્ય અનુપા; | |||
જીવનદાતા, શુભ પ્રતિપાલા, ધન્ય દયામય ભૂપા. | |||
૪ સહુ જગ જોગ કરે તુજ સેવા, શુભ શુભ સાદ ઉઠાવી; | |||
ગાન વખાણ કરો સહુ ઠામે, અંતરમન હરખાવી. | |||
૨ - ધન્ય ત્રૈક ઈશ્વર | |||
"Holy, Holy, Holy, | |||
Lord God Almighty" | |||
Tune: Nicaea | |||
૧૧,૧૨,૧૨,૧૦ સ્વરો | |||
કર્તા : બશપ રેજિનોલ્ડ | |||
હીબર, ૧૭૮૩-૧૮૨૬ | |||
અનુ: રોબર્ટ વાર્ડ | |||
૧ હે ઈશ્વર પવિત્ર ! સર્વસમર્થ સ્વામી, | |||
મળસકું થતાંમાં જ, તુજને છે સલામી. | |||
હે ઈશ્વર, પવિત્ર ! શક્તિમાન, દયાળુ; | |||
ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ. | |||
૨ હે ઈશ્વર, પવિત્ર ! સંત સેવા કરે, | |||
ચળકતા સાગર આસપાસ સુવર્ણ તાજ ધરે; | |||
કરૂબીમ, સરાફીમ પાય લાગી ગાય ગા, | |||
તું જ હતો, છે, ને સદા રહેવાનો. | |||
૩ હે ઈશ્વર, પવિત્ર! વ્યોમે વસ્તી તારી, | |||
પાપી આંખ ન દેખે તુજ મહિમા જે ભારી; | |||
એકલો તું જ પવિત્ર, નથી કોઈ તુજ સમાન, | |||
શક્તિમાન, પૂર્ણ, પ્રેમાળ, ને શુદ્ધ નામ. | |||
૪ હે ઈશ્વર પવિત્ર ! સર્વસમર્થ સ્વામી, | |||
ગાય સૌ સ્રુષ્ટિ તુજ નામ જળ, સ્થળ, ને સ્વરધામી; | |||
હે ઈશ્વર, પવિત્ર ! શક્તિમાન, દયાળુ; | |||
ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ. | |||
3 – પ્રભુને આમંત્રણ | |||
૧ પધારો પ્રભુજી, સભામાં પધારો, સભાની મહીં અગ્રસ્થાને બિરાજો, | |||
તમારા કૃપાળુ કરોને પ્રસારો, અમારાં મહા દુ:ખ સંધાં નિવારો. | |||
૨ પધારો, પ્રતાપી પ્રભુજી, પધારો, અમારી વિનંતી બધી ઉર ધારો, | |||
અમોને સુણાવો સુબોધ તમારો, કરો સાહ્ય આશિષ આપી હજારો. | |||
૩ પધારો, સુપ્યારા પ્રભુજી, પધારો, અમારી બધી સેવના તે સ્વીકારો, | |||
નથી અન્ય કો પાપથી તારનારો, અને સ્વર્ગની વાટમાં દોરનારો. | |||
૪ પધારો, સ્વયંભૂ પ્રભુજી પધારો, અમારાં રુદિયાંની માંહે બિરાજો; | |||
ધરો તાજ શિરે, કરો રાજ સ્થાયી, સુમુદ્રા તમારી જ સ્થાપી સદાઈ. | |||
૪ – ઈશ્વર સ્તવન | |||
ટેક : મારા, હે આત્મા, સ્તવનો ઈશનાં નિશદિન ગા, | |||
અંતર સતથી મારા, નામ પવિત્ર તેનું તું ગા.... | |||
૧ ભૂલ મા સૌ ઈશના ઉપકારો, પાપોની માફી સઘળી પામ્યો, | |||
વ્યાધિ- ઉપાધિ સર્વ મિટાવે, નાશથી જીવને ક્ષેમ બચાવે. | |||
૨ ક્ર્ર્પા ને રહેમ તણો મુગટ જો, શિર પર તારા તે જ તો ધરતો, | |||
વાનાં ઉત્તમથી મુખ તવ ભરતો, ગરુડ બળો સમ જીવન કરતો. |