ટેક - દૂતો ગુણ ગાય છે બાળો તેને ચહાય છે;

દુઃખિતો હરખાય છે, ઇસુ પ્રિય ઇસુ.

મહાન વૈદ પાસ છે, માયાળુ, પ્રેમી ઇસુ;

દિલાસો દે નિરાશને, સૂણો કહે જે ઇસુ !

ક્ષમા કરે પાપો તણી, છે ઘણો રે’ મી ઇસુ;

શાંતિએ જાઓ સ્વર્ગ ભણી, પહરાવે તાજ ઇસુ.

હલવાન સજીવ તું થયો, ત્રિધન્ય ત્રાતા ઇસુ;

ધન્ય ત્રાતાને ચાહું છું, પ્રિય છે નામ ઇસુ.

નિવારે દોષ ભય તે, મહાન નામ ઇસુ;

તેથી હરખાયે મારું મન, અમૂલ્ય નામ ઇસુ.