SA91

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - લે એમનો એમ મને, લે એમનો એમ મને,

મજ પાપીને તું માફી દે, લે એમનો એમ મને.

જેવો છું તેવોજ મજ કાજે, તું વધસ્તંભ પર મૂઓ છે,

ને તું તેડે છે, એ માટે ઓ ત્રાતા આવું છું.

જેવો છું તેવો, થોભું નહી, જાતે મારા ડાઘ ધોવા અહીં,

તુજ રકત સૌ ડાઘ કાઢશે સહી, ઓ ત્રાતા આવું છું!

જેવો છું તેવો ખટકેલ દૂર, ને મનમા યુદ્વ શંકા ભરપૂર,

લઇ બહારની બીક, ને આગ જે ઉર, ઓ ત્રાતા આવું છું.

જેવો છું તેવો રંક લાચાર, આંધળો રોગી દુઃખ વેઠનાર,

પામીવાને દ્રષ્ટિ સુખ અપાર, ઓ ત્રાતા આવું છું.

જેવો છું તેવો હાલ મને, તું માફી શાંતિ આપશે,

કેમકે તુજ પર મજ વિશ્વાસ છે, ઓ ત્રાતા, આવું છું !

જેવો છું તેવો તુજ મહાપ્રીત, મજ પર પામી છે પૂરી જીત,

હું તારો થઇ રહીશ ખચીત, ઓ ત્રાતા આવું છું