SA71

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - આવો જગના લોક સઘળા ઇસુ રાજા બોલાવે છે.
જેનું જગમાં માન નહિ કાંઇ,

જેનું જગમાં સ્થાન નહિ કાંઇ,
તેને નામે રાજય કરવા - ઇસુ રાજા બોલાવે છે.

શિરે કંટક તાજ નિશાની,

છાપ હજી છે કૂં’ખ વિધ્યાની,
વિંધાએલા હાથ પ્રસારી - ઇસુ રાજા બોલાવે છે.

આવો ભાઇ આવો બહેની,

આવી કરને પારખ તેની,
તારા સઘળા ભાર ઊંચકવા - ઇસુરાજા બોલાવે છે.

જેઓ જગમાં ભૂખે મરે છે,

જેઓ જગમાં તરસે મરે છે,
મફત અન્નજળ તેમને દેવા - ઇસુ રાજા બોલાવે છે.