SA70

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
રાખજો દીવા સળગતા રાખજો રે,

વાયરે જો જો ન હોલવાય જાય(૨)
-રાખજો દીવા.

રાખજો કમર સેલી રાખજો રે,

કમરબંધ ન સરકી જાય (૨)
-રાખજો દીવા.

અંતની ઘડીઓ હવે તો આવશે રે,

ઘરમાં ઘૂસી જાએ જયમ ચોર....(૨)
-રાખજો દીવા.

જાણજો દુશ્મનમાં ધાડાં આવશે રે,

ત્યારે યુદ્ધ થશે ઘનઘોર....(૨)
-રાખજો દીવા.

દેવની વાણી જગતમાં વ્યાપશે રે,

ત્યારે યુદ્ધ થશે જગતનો અંત....(૨)
-રાખજો દીવા.

અંતે ટંકે તે તારણ પામશે રે,

પ્રાર્થના કરજો રાખીને ખંત (૨)
-રાખજો દીવા.