SA68

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - આવો,બેસી જાઓને હો,નૈયા તૈયાર છે.

નૈયા તારણની નૈયા તૈયાર છે.

સાભંળો, સાંભળવા કર્ણ જ હોય તો, નોતરું આવ્યું હો-નૈયા.
જાળ, જંજાળનાં ચડે તોફનો, સમુંદર ઘૂઘવે હો-નૈયા.
પ્રલોભનોનાં પૂર ચડીને, ઉછળી રહ્યા છે. જો-નૈયા.
વિશાળ સાગર સામે પડયો છે ડૂબતાં શું કામ ભાઇઓ-નૈયા.
કીધું તૈયાર છે તારકે તારવા, નાવ નિજ લોહીથી હો-નૈયા.
કુવાસનાનાં મોજાં તજીને નાવલે પધારજો હો-નૈયા.
નાવિક પોતે પ્રભુ પોકારે, ચઢી જાવ નાવલે હો-નૈયા.