SA5
Jump to navigation
Jump to search
૧ | દેવ જોઇ પૃથ્વી પાપમાં રે, તારવા ત્રાતાને મોકલ્યો જો. |
૨ | અવતાર લીઘો છે ગભાણમાં રે, તેણે નામ ધર્યુ છે ઇસુ જો. |
૩ | વરસ બારનો બાળક તે થયો રે, ઉપદેશ આપ્યો મંદિર માંહે જો. |
૪ | સધળા પંડિત અચરજ પામીયા રે, જ્ઞાન કયાંથી આ બાળકને જો. |
૫ | સર્વ શુભ સમાચાર સાંભળી રે, તેના ભકતજનો હરખાય જો. |
૬ | આખા યહુદા દેશમાં તે ર્ફ્યો રે, અદ઼ભુત કામો તેણે કીધાં જો. |
૭ | રોગી જનના રોગ મટાડીયા રે, પાપીને આપ્યું મિુકતદાન જો. |
૮ | તેત્રીસ વરસ જગતમાં તે રહ્યો રે, પાપી કાજે લોહી વહેવડાવ્યું જો. |
૯ | વધસ્તભં પર પોકાર પાડીઓ રે, મારા દેવ કેમ મૂકી દીધો’જો. |
૧૦ | ફાટયા પડદા મંદિર માંહેના રે, આખા દેશ પર અંધકાર થયો જો. |
૧૧ | ધરતી કાંપી,ખડકો ફાટીઆ રે, મૂએલા ઊઠી શહેરમા જાય જો. |
૧૨ | જમાદાર સિપાઇઓ ગભરાઇ ગયા રે, પરાક્રમ જોઇને ઇસુનું જો. |
૧૩ | મરણ પામી દટાયો ઘોરમાં રે, પછી ગયો છે આકાશ જો. |
૧૪ | જગને અંતે પાછો આવશે રે, પવિઞ દૂતોની ફોજ લઇને જો. |
૧૫ | રણશિંગડાંના નાદ વગાદશે રે, મૂએલાં સૌ સજીવન થાશે જો. |
૧૬ | ઇસુ રાજ્યાસને બિરાજશે રે, કરશે સૌને તે ઇન્સાફ જો. |
૧૭ | મુક્તિ ફોજ કહે મુક્તિ વિના રે, સ્વર્ગે જતું નથી કોઇ જો. |