SA400

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ગૌરવ હો ઇશ્વરને આજ રાત, કે દિવસ ભર રહ્યો મજ સાથ;

હે સૂષ્ટિનાથ, મને સંભાળ, રાખ તુજ પાંખ તળે ર્સવકાળ.

તુજ પુત્ર કાજ મને માફ કર, ને મન મારું શાંતિથી ભર;

તારો ને સૌનો થાય મેળાપ, ને મને મીઠી નિંદ્રા આપ.

એમ વર્તુ કે, મરણને દ્વાર, જેમ ઊંઘવા તેમ હોઊં તૈયાર;

ને છેલ્લો નિંદ્રા એવી થાય, કે અંતકાળે હર્ષથી ઉઠાય.

રાત્રે મને ઊંઘ નવ આવે, શુભ વિચાર તું મનમાં લાવે;

કુસ્વપ્નથી મને બચાવ, પગ તળે શેતાનને દબાવ.

સ્તુતિમાન હોજો સર્જનહાર, સ્તવો રે તેને સૌ સંસાર;

સ્તવો તેને દેવદૂતો ર્સૌ, ત્રિએક ઇશ્વરનો સ્તુતિ હો.