SA388

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ઇસુ તુજ વિચાર કરવાથી, મનને લાગે છે મિષ્ટ,

જો જોઉં મુખ ને પાસે રહું, તો લાગે બહુ સ્વાદિષ્ટ.

માણસની વાણી, વિચાર, બળ, સ્મરણશકિત મહાન,

ત્રાતા તે સૌ મજ દ્વષ્ટિએ, ન મિષ્ટ તારા સમાન.

લીનોનો આનંદ તથા આશ, ને પતિત પર દયાળ,

શોધકને ન કાઢે નિરાશ, એવો તું છે કૃપાળ.

જે તને પામે તેનું સુખ, જીભ, પેનથી ન પ્રકટાય,

ઇસુની મહા પ્રીતિનું રૂપ, પ્રેમીઓથી જ સમજાય.

ઇસુ છે પરમાનંદ, દાતા, છે મજ મિત્ર માયાળુ,

ઇસુ, સર્વ શકિતમાન ત્રાતા, છે આજ ને સદાકાળ.