SA363

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
એક મિત્ર છે આકાશમાં, સૌ નાનાં છોકરાનો,

નહિ ફેરફાર થાય તેનામાં અમર છે પ્રેમ તેનો;
આ જગત મિત્રો બદલાય, પણ ઇસુ બદલાય નહિ,
તેનું નામ છે બહુ પ્રિય, બોલો ઇસુની જય.

એક સુંદર ઘર છે સ્વર્ગમાં, સૌ નાનાં છોકરાં કાજ,

મહા આનંદ છે તે ઘરમાં, ત્યાં ઇસુનુ છે રાજ,
સુખ શાંતિ ત્યાં જે મળશે, તેનું વર્ણન નહિ થાય.
સૌ સંતો ભેગા થઈને, હલવાનનો મહિમા ગાઈ.

એક મુગટ છે આકાશમાં, સૌ બાળકોને કાજ,

જે છોકરાં છે ઇસુનાં તેઓને મળશે તાજ
મહિમાનો મુગટ એ છે, બહુ પ્રકાશિત કહેવાય,
ઇસુ પર પ્રેમ કરે છે, તેઓથી તે પહેરાય.

એક સુંદર ગીત છે સ્વર્ગમાં, નાનાં છોકરાંને કાજ

સિતાર વીણાના સ્વરમાં, વાંજિંત્રોનો અવાજ,
શું તમે છો ઇસુના, જો નહિ તો આવો આજ,
તન મન તેને અર્પિને પામી લો સ્વર્ગી રાજ.