SA345

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
આનંદનો દિન તો આજે છે, મંદિરની માંય,

માટે સધળાં બાળકો હરખાવ રે, મંદિરની માંય,

પડધમને પખાજ લાવીને મંદિરની માંય,

સેવા કરવા આવો તેની પાસ રે, મંદિરની માંય,

પવિત્ર આત્મા અહીં છે રે, મંદિરની માંય,

તેને સોંપો તન તમારું આજ રે, મંદિરની માંય.