ટેક - તે કૃપાથી શક્તિ આપશે, તે તમને પમાડશે જય,

તે તમ કાજે રસ્તો કાપશે, તે મટાડશે સર્વ ભય.

જયારે સ્તંભ બહુ ભારે લાગે, જાણે હીંમત હારી જાય,

નિર્બળતા લાવ ખ્રિસ્તની પાસે, શક્તિ આપશે અંતર માય;
તે કૃપાથી શક્તિ આપશે, તે તમને પમાડશે જય,
તે તમ કાજે રસ્તો કાપશે, તે મટાડશે સર્વ ભય.

શત્રુઓ જો કરે તુચ્છકાર, ખ્રિસ્તને માનો છો તેથી,

ઉપકાર બદલે કરે અપકાર, ખરી વાત ગણે અમથી;
તમે કોશિષ કરતા રહેજો, તેમને પાપથી તારવાને,
જેણે તારેલા છે લાખો, તારી શકશે તેવાને,

ઇસુ પર વિશ્ચાસ રાખવાથી, તમને મળશે બહુ આરામ,

મનમાં વધશે પ્રીતિ, શાંતિ, ચિંતા તો મટે તમામ;
આત્માનો પવિત્ર અગ્નિ, આપશે શક્તિ ને પ્રકાશ,
ઇસુ સારશે ગરજ જગની, સદા રાખતા રહો વિશ્ચાસ,