|
રાગ : "આવો તેની પાસે પાપની"
|
૧
|
રણશિંગડું વાગે છે, સૂણો તેનો નાદ,
શેતાન સામે લડવા બોલાવે;
મુકિતનો સંદેશો ફેલાવો, ગામે ગામ,
કે ઇસુ છૂટા કરશે પાપના સૌ ગુલામ,
વિશ્રાન્તિ લેશો મા, પણ જાગૃત થાવ બધા, જય મળશે સર્વદા.
|
૨
|
ખ્રિસ્તની સાથે મળી કરો હિંમતથી લડાઇ,
બોલો બધા "ઇસુ ખ્રિસ્તની જય";
અંધકારની ફોજો જો કે કરે ઘણું બળ,
તો પણ લઇ જશે ઇસુ આપણને આગળ,
તે પર મન રાખો સ્થિર, ને દુ : ખમાં ધરો ધીર, ઓ સાચા શૂરવીર.
|
૩
|
તલવાર હાથમાં લઇને શત્રુની સામે થાઓ,
વિશ્વાસ તણું બખ્તર પહેરી લો;
શેતાનના તીરો તેથી ભાંગી જશે સૌ,
તરવારથી પાપીનાં હદયો વીંધેલ,
સૌ પાપો તજીને, ને ઇસુ ભજીને, જાઓ તારવા બીજાને.
|