SA288

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
શૂરા સિપાઇઓ છીએ શૂરા સિપાઇઓ;

ઇસુની મહા સેના મધ્યે શૂરા સિપાઇઓ.

કરીએ કઠણ યુદ્ધ આપણે કરીએ કઠણ યુદ્ધ;

પૂરા મનથી લડીશું શેતાનની વિરુદ્ધ.

તજીએ સઘળો ભય, આપણે તજીએ સઘળો ભય;

બીક મૂકી ઉપર ચડીને પામીએ પૂરો જય.

સોનેરી મુગટ કાજ, ભાઇઓ સોનેરી મુગટ કાજ,

મોત સુધી લડી લડીને, પામીએ સ્વર્ગી તાજ.

હિંમતવાન થજો, ભાઇઓ હિંમતવાન થજો;

સાંભળશો "શાબાશ" જે વારે ફાટશે સ્વર્ગી પોહ.