SA271

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
પ્રભુ પૂર્ણ આધિન થઈને, મારું સૌ અર્પુ તને,

તારી કોમળ મોટી પ્રીતિ, મજને ચાહે છે;
પ્રભુ ચાહું પૂરા પ્રેમે, મારો કર તું અંગીકાર,
ક્ષેમકુશળ કર તારે હાથે, સતત નિષ્ટ રાખ.
ટેક- ધન્ય ધન્ય હાલેલૂયા, તને સૌ મારૂં અર્પુ.
તારા રકતે પૂર્ણ તારણ હવે પામું છું .

પ્રભુ મારી ઈચ્છા સોંપું, હવેથી મારી નથી,

દુષ્ટતા મને રોકે નહિ, તારો થવામાં;
પ્રભુ મારું જીવન અર્પુ,શીલ પ્રતિજ્ઞા તું સંભાળ,
તારે પાયે સર્વ મૂકું, થઈ તુજ સદાકાળ.

ધન્ય આત્મા મને લાવ્યો, મજ ઈચ્છા સોંપવા તને,

ખ્રિસ્તના રકતે છે ખરીધો, જીવવા વિશ્વાસે;
દર્શન દે, શકિતના પ્રભુ, મિત્ર, પ્રેમી, ને અચળ,
મૃત્યુની પળે સંભાળી સ્વર્ગમાં દાખલ કર.