SA266

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
યહોવાહ આપણું બળ, ચાહે છે આપણું ગીત,

શત્રુ જો હોય સબળ પણ અંતે પામીશું જીત,
ખ્રિસ્ત સામે વ્યર્થ, લડે શેતાન, કેમકે ઇશ્વર થશે જ જયવાન.

યહોવાહ છે આશ્રો, કાયમ છે તેનું નામ,

તે પિતા છે આપણો તેથી સૌ ફળશે કામ,
ને વેરીઓ, વ્યર્થ સામે થાએ, કેમકે પ્રભુ જીતશે સદાય.

યહોવાહ છે પાળક, સૌ ગરજનો વિદિત,

તે આપણો તારક છે ને સંભાળ કરશે નિત,
કેમ કરી થાય, પાપ મોતનો જય, કેમકે પ્રભુ જીતશે સદાય.

યહોવાહ છે પિતા, હૃદયમાં રાખે યાદ;

હા તે છે મદદગાર આપણે તેનાં બાળ,
ને મહાબળિયા,સૌ સામે થાય,છતાં પ્રભુ જીતશે સદાય.