SA247

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ઇસુ, મજ સત્યતા,તું સન્માર્ગ છે મારો;

મારું અજવાળું છે સદા, ને મારો ભોમિયો.

તું મારું છે સુજ્ઞાન, તું મારો સદ્‌ગુરુ;

મજ સલાહ આપનાર કૃપાવાન કર તારું કામ પુરુ.

હું બહુ અઘૂરો છું, પણ સંગમાં રાખ તારી;

તારી કૃપા પર છે વિશ્વાસ, સ્તંભ પર છે આશ મારી.

બચાવી રાખ મને, પવિત્ર કર પુરો;

સંકટ આવે તો રાખજે સ્થિર, ને મને કર શૂરો.

આપું સાક્ષી બઘે, શબ્દો ને કૃત્યોથી;

સઘળાં પાપથી શુદ્ધ રાખ મને, સ્વર્ગે જાઉં ત્યાં સુઘી.