SA233

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
તારનાર મને દોરી લે, પ્રેમથી દોરી લે મને;

તુજ પાસ મને ભય નથી, પ્રીતમાં રહીશ હું તારી.
ટેક- દોરજે દોરજે, તારનાર મને દોરી લે;
જીવન ભર પાસે રહી, તારનાર મને દોરી લે.

પ્રાણનો આશરો છે તું, તોફાન થાય જયારે દુઃખનું;

ભય નથી કંઇ તારી પાસ, તારા પર છે મારી આશ.

તારનાર અંત લગ મને દોર, મને દોર ભવસાગર પાર;

રાત કે આંસુ નથી જયાં, દોરી જા એવા દેશમાં.