SA111

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - આવવાનો છે. વહેલો આવવાનો છે;

પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે.

તૈયાર થઇ રહો. નિત્ય તૈયાર થઇ રહો;

પ્રભુને મળવાને તમે. નિત્ય તૈયાર રહો.

જાગૃત થઇ રહો, નિત્ય જાગૃત થઇ રહો;

પ્રભુ તમને પડતા મૂકશે. જાગશો નહિ તો.

પ્રાથઁના કરતા રહો.નિત્ય પ્રાથઁના કરતા રહો;

પરીક્ષણ પર જય પામવાને પ્રાથઁના કરતા રહો.

સાક્ષી આપતા રહો. નિત્ય સા્‌ક્ષી આપતા રહો

પ્રભુ તમને માન્ય કરશે. સાક્ષી આપો તો.

આપો ખ્રિસ્તને દાન. નિત્ય આપો ખ્રિસ્તને દાન;

પ્રભુ આવી હિસાબ માગશે, આપો પુરુ દાન.