377
Jump to navigation
Jump to search
૩૭૭ - પ્રભુ ખ્રિસ્તની સેવા
૧ | સેવ કરો પ્રભુ ઈશ તણી, સહુ સેવ કરો; |
સેવ કરો, સહુ સંત તમો, નહિ થાક ધરો. | |
ખ્રિસ્ત તણી સત સેવ કરો બહુ હર્ષ થકી; | |
સેવ કરો, પ્રભુ રે'જ સદા તમ પાસ નકી. | |
૨ | પ્રૌઢ તથા સહુ બાલ્ય, તમો શુભ સેવ કરો; |
ભાવ થકી સત સેવ તણો દૃઢ પંથ ધરો. | |
માન્ય કરે પ્રભુ સેવ સદા અતિ હેત થકી; | |
સેવકનું પ્રભુ ત્રાણ કરે પરિપૂર્ણ નકી. | |
૩ | સેવક પૂર્ણ પસંદ થશે પ્રભુ પાસ સદા; |
પાપ તણો પરિહાર થયે અઘ દૂર બધા. | |
માન્ય કરે સત સેવ સદા, પ્રભુ માન્ય કરે; | |
ભૂલ અને સહુ ચૂક ખમી અઘ દૂર ધરે. | |
૪ | ખ્રિસ્ત કહે, મુજ સેવ વિષે બહુ હામ ધરો; |
સેવ કરી મુજ સાહ્ય થકી ભવ પાર તરો. | |
આપ તણી, પ્રભુ, વાત બધી અતિ શુદ્ધ ખરી; | |
એ સત વાત ધરી ભજીએ પરમાર્થ કરી. |
Phonetic English
1 | Sev karo prabhu ish tani, sahu sev karo; |
Sev karo, sahu sant tamo, nahi thaak dharo. | |
Khrist tani sat sev karo bahu harsh thaki; | |
Sev karo, prabhu re'j sada tam paas naki. | |
2 | Praudh tatha sahu baaly, tamo shubh sev karo; |
Bhaav thaki sat sev tano drudh panth dharo. | |
Maanya kare prabhu sev sada ati het thaki; | |
Sevakanu prabhu traan kare paripoorn naki. | |
3 | Sevak poorn pasand thashe prabhu paas sada; |
Paap tano parihaar thaye agh door badha. | |
Maanya kare sat sev sada, prabhu maanya kare; | |
Bhool ane sahu chook khami agh door dhare. | |
4 | Khrist kahe, muj sev vishe bahu haam dharo; |
Sev kari muj saahy thaki bhav paar taro. | |
Aap tani, prabhu, vaat badhi ati shuddh khari; | |
E sat vaat dhari bhajeeye Parmarth kari. |
Image
Media - Traditional Tune - Visheshak Chhand , Sung By Lerryson Wilson Christy
Media - Composition By : Late Mr. Manu Bhai Rathod