244

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૨૪૪ - તારણના ભોજનમાં સૌને નોતરો

૨૪૪ - તારણના ભોજનમાં સૌને નોતરો
રાગ: ગરબી
કર્તા: કા. મા. રત્નગ્રાહી
સુણો, સુણો, ત્રાતાની આ વાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
ફરજો, ફરજો ગુર્જર દેશે, ભ્રાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
જોજો, જોજો શહેરો ને સહુ ગામ જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
જઈ રસ્તે, ચકલે ને સર્વ ઠામ જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
ભૂખ થકી બહુ જણનો જાયે પ્રાણ જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
જુઓ, જુઓ માગે બહુ જણ ત્રાણ જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
તમ પર રાખે આશા વહાલો દેશ જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
આપો, આપો જઈને શુભ ઉપદેશ જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
રાખો, રાખો ચિંતા સૌની ભ્રાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
૧૦ પ્રીતે, પ્રીતે કહેજો સૌને વાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો.

Phonetic English

244 - Taarahnana Bhojanama Saune Notaro
Raag: Garabi
Karta: K. M. Ratnagrahi
1 Suhno, suhno, traataani aa vaat jo; taarahnana bhojanama saune notaro.
2 Pharajo, pharajo gurjar deshe, bhraat jo; taarahnana bhojanama saune notaro.
3 Jojo, jojo shahero ne sahu gaam jo; taarahnana bhojanama saune notaro.
4 Jai raste, chakale ne sarv thaam jo; taarahnana bhojanama saune notaro.
5 Bhookh thaki bahu jahnano jaaye praan jo; taarahnana bhojanama saune notaro.
6 Juo, juo maage bahu jan traahn jo; taarahnana bhojanama saune notaro.
7 Tam par raakhe aasha vahaalo desh jo; taarahnana bhojanama saune notaro.
8 Aapo, aapo jaeene shubh upadesh jo; taarahnana bhojanama saune notaro.
9 Raakho, raakho chinta sauni bhraat jo; taarahnana bhojanama saune notaro.
10 Preete, preete kahejo saune vaat jo; taarahnana bhojanama saune notaro.

Image

Media - Traditional Tune


Media - Composition By : Late Mr. Johnson Daniel